Wednesday, March 22, 2017

Helmet detail as per RTO Gujarat website in Gujarati

હેલ્‍મેટ કિંમતમાં મોંઘી લાગે છે પરંતુ જીંદગી કરતાં તો સસ્‍તીજ છે
હેલ્મેટ - અડચણરુપ છતાં અનિવાર્ય
હેલ્મેટ સલામત, તો સર સલામત !
   
હેલ્મેટ
હેલ્મેટ કાલની છીપ જેવી છે છીપને તોડો નહીં ત્યાં સુધી તેની કિમંત આંકી ન શકાય તેમ દેખાવમાં સરખી લાગતી બે હેલ્મેટો વચ્ચેનો તફાવત તેમને ટીંગ્યા વિના પારખવો મુશ્કેલ છે. એક નકકર સત્ય એ છે કે બધી હેલ્મેટો માથાને રક્ષણ આપે તેટલી મજબુત હોતી નથી. સહેજ વધુ પછડાટ લાગતા કેટલીક નાળીયેરના કાચલાની માફક તુટી જાય છે.
 
    આપણે ત્યાં હેલ્મેટની ગુણવત્તાનું ધોરણ ઇન્ડીયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિયુટટે છેક ૧૯૬૪માં નકકી કયુર્ હતુ. એ ધોરણ ત્યાર પછી તો ઘણું ઊંચુ ગયુ છે અને આધુનિક હેલ્મેટો તેને અનુરુપ બની હોય તો જ તેમના પર ISI ની છાપ મારી શકાય છે. ઉત્પાદકોની હેલ્મેટોની ISI ની પ્રયોગશાળામાં ખાસ ચકાસવામાં આવે છે
 
    આદર્શ હેલ્મેટ એ ગણાય કે જે દાઢી સહિત સમગ મસ્તકને ફીટોફીટ આવરી લે. થર્મોકોલનું ઇન્સ્યુલેશન જેમાં કરેલુ હોય તેમજ જેનો ચિન સ્ટ્રેપ મજબુત હોય ટૂંક સાર ISI પ્રમાણિત હેલ્મેટ જ ખરીદવી જોઇએ. ભલે તે ઊંચા દામની હોય !
 
અકસ્માતના પ્રહારની માનવમગજ પર અસર શા માટે જરુરી ?
    સરેરાશ ૪ થી પ કીમીના વેગે ચાલતી વખતે અજાણતા થાંભલા યા વૃક્ષના થડ જેવી નકકર સપાટી પર માથુ અફળાય ત્યારે પ્રહારને લીધે મગજનું કાર્ય પ થી ૧૦ મિલિસેકન્ડ માટે સ્થગિત થઇ જાય છે. મોટરસાયકલનો ચાલક કલાકના મિનિમમ ચાલીસેક કીમીના વેગે હંકારતો હોય છે. અકસ્માત વખતે તેનુ મસ્તક ડામરની સડક ઉપર રપ કીમી, કલાકના વેગે પણ અફળાય તો ખોપરી પર કયારેક મહત્તમ પ૦,૦૦૦ ન્યુટનનું (પ ટનનું) દબાણ આવે છે. આ પ્રચંડ દબાણ મગજમાં આંતરીક રકતસ્ત્રાવ પેદા કરે એ તો ખરુ પણ મગજના જે તે નાજુક હિસ્સાને કાયમી નુકસાન પહોચાડે તો તેના પગલે થતી વ્યાધિ આજીવન ભોગવ્યે જ છુટકો. મસ્તકની પાછલી બાજુએ આવેલા મજજાને ઇજા પહોંચે તો કરોડરજજુનું સમગ્ર તંત્ર ખોરવાય અને શરીર કયારેક લકવાગ્રસ્ત બને. ઘડથી નીચેના એકેય અંગનુ હલનચલન એ પછી થઇ શકતુ નથી. અકસ્માતના સમયે વાહનચાલકનું મસ્તકહેલ્મેટ વડે સુરક્ષિત હોય તો આઘાતના ઘણાખરા મોજા હેલ્મેટ શોષી લે છે.
 
મોટર વાહન કાયદામાં હેલ્મેટની જોગવાઇઓ.
  1. મોટર વ્હીકલ એકટ,૧૯૮૮ -
  • કલમ - ૧૨૯ - હેલ્મેટ પહેરવા બાબત --સાઇડકાર સિવાયના કોઇપણ વર્ગ અથવા વર્ણનવાળા મોટર સાઇકલનાં ડ્રાઇવરે તેમજ પાછલી બેઠક ઉપર બેસનારે જયારે જાહેર જગ્યાએ હોય ત્યારે, આઇ.એસ.આઇ. માકાર્ની હેલ્મેટ પહેરવાની રહેશે.
    આ કલમની જોગવાઇ વાહન ચાલક કે પાછલી બેઠક ઉપર બેસનાર વ્યકિત જો શીખ અને તેણે પાઘડી પહેરેલ હોય તો તેને લાગુ પડશે નહીં.
    વધુમાં રાજય સરકાર નિયમો દ્વારા પોતાને યોગ્ય લાગે તેવા અપવાદો અંગેની જોગવાઇ કરી શકે
  1. ગુજરાત મોટર વ્હીકલ્સ રુલ્સ - ૧૯૮૯ -
  • નિયમ -૧૯૩ - હેલ્મેટનો ઉપયોગ --સાઇડકાર સિવાયનાં મોટર સાઇકલનાં ડ્રાઇવર અથવા પાછલી બેઠક ઉપર બેસનારે હેલ્મેટ પહેરવાની રહેશે, જે તેના આકાર, મટીરીઅલ તેમજ બનાવટનાં લીધે અકસ્માતનાં સંજોગોમાં, મોટર સાઇકલ ચલાવનાર વ્યકિતને એક હદ સુધી ઇજા સામે રક્ષણ આપી શકે.
    કલમ,૧૨૯ ની જોગવાઇ સામે નીચે વર્ણવેલ આઇટમો અપવાદ તરીકે રહેશે.
  • (અ) જયારે પાછળ બેસીને મુસાફરી કરતા હશે ત્યારે
    (૧) સ્ત્રીઓ
    (૨) ૧૨ વર્ષ કરતાં નીચેની ઉમંરના બાળકો.
  • (બ) કોઇપણ વ્યકિત જો ૫૦ સી.સી.સુધીની એન્જીન કેપેસીટીનું મોટર સાઇકલ ચલાવતી હોય.
    મોટર વ્હીકલ્સ એકટમાં હેલ્મેટ બાબતે સંદતર મુકિત આપવા રાજય સરકારને કોઇ સત્તા નથી. રાજય સરકાર આ કલમનો મૂળ હેતુ માર્યા ન જાય તે ધ્યાનમાં કેટલાક અપવાદો કરી શકવાની સત્તા ધરાવે છે. સંપુર્ણ મુકિત માટેની સત્તા મેળવવા માટે કાયદામાં સુધારો કરવાની આવશ્યકતા રહે છે. પરંતુ આ કાયદો કેન્દ્રીય કાયદો હોય તે સુધારો સંસદ દ્વારા થઇ શકે.
    કાયદાની આ પરિસ્થિતિ હોવા છતાં સરકાર દ્વારા વખતો વખત નોટિફીકેશનો જાહેર કરી ગુજરાત મોટર વ્હીકલ્સ રુલ્સમાં સુધારા કરી તેના અમલની બાબત લંબાવવામાં આવેલ. તા.૩૧-૮-૨૦૦૪ થી રાજય સરકારે હાઇવે ઉપર માર્ગ અકસ્માતોમાં દ્વિક્રીય વાહનના ડ્રાઇવર તથા પીલીયન રાઇડરની સલામતીને ધ્યાનમાં લઇ હાઇવે ઉપર હેલ્મેટ પહેરવાનું ફરજીયાત બનાવવા ગુજરાત મોટર વ્હીકલ્સ રુલ્સમાં સુધારો કરી નોટિફીકેશન જાહેર કરેલ. ત્યારબાદની અધ્યતન પરિસ્થિતિ નીચે પ્રમાણે છે.
     

ક્રમ.તારીખવિગત
૦૧
૩૧-૮-૨૦૦૪
તા.૩૧-૮-૨૦૦૪ થી રાજય સરકારે હાઇવે ઉપર માર્ગ અકસ્માતોમાં દ્વિક્રીય વાહનના ડ્રાઇવર તથા પીલીયન રાઇડરની સલામતીને ધ્યાનમાં લઇ હાઇવે ઉપર હેલ્મેટ પહેરવાનું ફરજીયાત બનાવવા ગુજરાત મોટર વ્હીકલ્સ રુલ્સમાં સુધારો કરી નોટિફીકેશન જાહેર કરેલ.
૦૨.
૧૨-૧૦-૨૦૦૪
નામદાર હાઇકોર્ટ રોડ સેફટી અંગે તથા વધતા જતા અકસ્માતો અંગે પોતાના સુઓ મોટુ અધિકાર દ્વારા સુઓ મોટુ રીટ નંબર-૧૩૩૦૮/૦૪ દાખલ કરી.
૦૩
૯-૫-૨૦૦૫
તા.૯-૫-૨૦૦૫ ના રોજ સુઓ મોટુ રીટ પીટીશનમાં હાઇકોર્ટ હુકમ કરી હેલ્મેટ અંગે મોટર વ્હીકલ એકટની કલમ ૧૨૯ નું હાઇવે તથા સીટી એરિયામાં પણ ચુસ્ત અમલ કરવા આદેશ આપેલ. તથા તા.૧-૬-૨૦૦૫ થી આ બાબતે ચુસ્ત અમલવારી કરવા રાજય સરકારને આદેશ આપેલ.
૦૪
૧૫-૬-૨૦૦૫
ઉપરોકત આદેશના અનુસંધાને યોગ્ય ગુણવત્તાના હેલ્મેટ બજારમાં ઉપલબ્ધ ન હોવાથી આ બાબતે અમલીકરણ યોગ્ય રીતે થઇ શકે તેમ ન હોઇ, શહેરી વિસ્તારોમાં અમલીકરણ માટે સરકારશ્રી તરફથી મુદતની માંગણી કરવામાં આવી જે અંગે દાખલ કરવામાં આવેલ અરજીમાં નામદાર હાઇકોર્ટ શહેરી વિસ્તારો પુરતી અમલવારી તા.૩૧-૮-૨૦૦૫ સુધી મોકુફ રાખવા હુકમ કરેલ.
૦૫
૧૮-૮-૨૦૦૫
તા.૧૮-૮-૨૦૦૫ ના રોજ સરકારી વકીલ દ્વારા કોર્ટમાં જણાવવામાં આવ્યું કે, તા.૧-૯-૨૦૦૫ થી હેલ્મેટ ફરીજીયાત બનશે તે માટે સરકાર તરફથી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. તેઓ દ્વારા બે મુશ્કેલીઓ તરફ નામદાર હાઇકોર્ટનું ધ્યાન દોરવામાં આવ્યું. તે અન્વયે કોર્ટ આદેશ આપીને, (૧) સ્ત્રી અને ૧૨ વર્ષ સુધીના બાળકો જયારે હાઇવે ઉપર અથવા સીટી વિસ્તારમાં પીલીયન રાઇડર તરીકે મુસાફરી કરતાં હોય ત્યારે તથા (૨) ૫૦ સી.સી.સુધીના દ્વિક્રી વાહનોના ચાલકોને હેલ્મેટ પહેરવામાંથી મુકિત આપેલ.
૦૬
૨૪-૮-૨૦૦૫
રાજય સરકાર દ્વારા હાઇકોર્ટનાં આદેશના અનુસંધાને તા.૨૪-૮-૨૦૦૫ ના રોજ ગવમેર્ન્ટ ગેઝેટમાં નોટીફીકેશન જાહેર કરી ગુજરાત મોટર વ્હીકલ્સ રુલ્સ,૧૯૮૯ ના નિયમ-૧૯૩ માં સુધારો કરી ગુજરાત રાજયમાં નીચે મુજબના બે અપવાદ સિવાય દરેક વ્યકિત માટે હેલ્મેટ પહેરવાનું નિયત કરવામાં આવ્યું.
અપવાદ -- (૧) પીલીયન રાઇડર તરીકે મુસાફરી કરતી સ્ત્રીઓ અને ૧૨ વર્ષ સુધીના બાળકો (૨) ૫૦ સી.સી.સુધી મોટર સાયકલ ચલાવતી કોઇપણ વ્યકિત .
૦૭
૫-૯-૨૦૦૫
તા.૫-૯-૨૦૦૫ ના રોજ રાજય સરકાર ઘ્વારા નામદાર હાઇકર્ોટમાં એમ.સી.એ.દાખલ કરી નીચે જણાવેલા કારણોસર હેલ્મેટની અમલવારી તબકકાવાર કરવા માટે માંગણી કરવામાં આવી
  1. રાજયમાં ૩૦ લાખ હેલ્મેટની જરુરીયાતની સામે ૫ લાખ હેલ્મેટ ઉપલબ્ધ છે.
  2. હેલ્મેટનો મુદ્દો કાયદો અને વ્યવસ્થાનો મુદ્દો બની ગયેલ છે તેવો એડીશનલ ડી.જી. શ્રી નો અહેવાલ છે.
  3. લોકો છેલ્લી ક્ષણે હેલ્મેટ ખરીદવા ઘસારો કરે છે તેથી સમસ્યાઓ ર્સજાય છે. આથી હેલ્મેટનો પુરતો જથ્થો યોગ્ય રીતે વિતરીત થાય અને કોઇ પ્રશ્ન ઉભા ન થાય અને હેલ્મેટ અંગેના કાયદાનો અમલ થાય તે હેતુથી રાજય સરકાર ઘ્વારા નીચે મુજબના તબકકાવાર અમલ કરવા માંગણી કરવામાં આવી.
  • પ્રથમ તબકકો - તા.૧-૧-૨૦૦૬ થી રાજયની ૭ મહાનગરપાલીકા જેવી કે, અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર, જામનગર, અને જુનાગઢ
  • બીજો તબકકો - તા.૧-૨-૨૦૦૬ થી શહેરો અને મ્યુનિસિપાલીટીના મુખ્ય રસ્તા પર.
  • ત્રીજો તબકકો - તા.૧-૩-૨૦૦૬ થી શહેરો અને ગામડાઓને જોડતાં મુખ્ય રસ્તા પર.
૦૮
૭-૯-૨૦૦૫
રાજય સરકારની ઉપરોકત અરજીના અનુસંધાને નામદાર હાઇકોર્ટ તા.૩૦-૧૧-૨૦૦૫ સુધી હેલ્મેટ અંગેની અમલવારી શહેરી વિસ્તારમાં મોકુફ રાખવાનો હુકમ કરેલ પરંતુ તબકકાવાર અમલ કરવાની રાજય સરકારની માંગણી ના મંજુર કરેલ
૦૯
૨૮-૯-૨૦૦૫
દેશના અગગ્રણ્ય હેલ્મેટ ઉત્પાદકોની મીટીંગ ટ્રાન્સપર્ોટ કમિશ્નરશ્રી દ્વારા યોજવામાં આવી તે મીટીંગમાં થયેલ ચર્ચા્ અનુસાર અને તેમાં જણાવાયેલ હકીકતો અનુસાર હેલ્મેટ પુરતા જથ્થામાં ઉપલબ્ધ ન હોઇ તબકકાવાર અમલીકરણ માટે સૂચન કરવામાં આવ્યું.
૧૦
૧૭-૧૧-૨૦૦૫
ઉપરોકત કારણોસર રાજયમાં હેલ્મેટ અંગેના કાયદાના અમલીકરણ માટે અને લોકોને મુશ્કેલી ન પડે તે માટે રાજય સરકાર દ્વારા હેલ્મેટના કાયદાના તબકકાવાર અમલીકરણ માટે નામદાર સુપીમકોર્ટમાં એ.આઇ.આર. ૨૦૦૫ બોમ્બે ૨૭૧ ના ધોરણે વિનંતી કરવા એસ.એલ.પી.દાખલ કરવામાં આવી. જેમાં ઉપર જણાવેલ તમામ હકીકતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો.
૧૧
૫-૧૨-૨૦૫
સુપ્રીમકોર્ટ રાજય સરકારની એસ.એલ.પી. રદ કરેલ, આમ (૧) પીલીયન રાઇડર તરીકે મુસાફરી કરતી સ્ત્રીઓ અને ૧૨ વર્ષ સુધીના બાળકો (૨) ૫૦ સી.સી.સુધી મોટર સાયકલ ચલાવતી કોઇપણ વ્યકિત, સિવાયના વ્યકિતઓ માટે રાજયમાં શહેરો તેમજ હાઇવે ઉપર હેલ્મેટ પહેરવાનું ફરજીયાત બનેલ છે.
 

અ.નં.પ્રશ્નજવાબ
હેલ્મેટ ફરજીયાત પહેરવાની જોગવાઇ કયા કાયદા/ નિયમો હેઠળ અમલમાં લાવવામાં આવી છે ? સંપૂર્ણ જોગવાઇ દશાર્વવી, આ જોગવાઇ કયારથી અમલમાં છે ?
કેન્દ્ર સરકારના મોટર વાહન અધિનિયમ,૧૯૮૮ ની કલમ-૧૨૯ અને તે હેઠળ બનાવેલા ગુજરાત મોટર વાહન નિયમો, ૧૯૮૯ ના નિયમ-૧૯૩ હેઠળ બે પૈડાંવાળા મોટર વાહનો માટે હેલ્મેટ ફરજિયાત પહેરવાની જોગવાઇ કરવામાં આવેલ છે.( કલમ-૧૨૯ અને નિયમ-૧૯૩ ની નકલ સામેલ છે)
રાજય સરકારના તા.૩૧-૮-૨૦૦૪ ના જાહેરનામાંથી બે પૈડાવાળા મોટર વાહનના ચાલક માટે રાજયના ઘોરીમાર્ગો પર હેલ્મેટ પહેરવાની જોગવાઇ ફરજિયાત બનાવી હતી. ત્યારબાદ નામદાર ગુજરાત હાઇકોર્ટમાં સુઓ મોટુ સ્પે.સી.એ.નં.૧૩૩૦૮ માંના ચૂકાદાઓ અને તેની ૫૦ સી.સી.સુધીના બે પૈડાંવાળા મોટર વાહનો માટે તેમજ અન્ય બે પૈડાંવાળા મોટર વાહનના ચાલકની પાછળ બેસનાર ૧૨ વર્ષ સુધીના બાળકો અને મહિલાઓને હેલ્મેટ પહેરવામાંથી મુકિત આપીને બાકીના માટે સમગ્ર રાજયમાં તા.૧-૧૨-૨૦૦૫ થી હેલ્મેટની જોગવાઇ ફરજિયાત અમલી બની છે.
હેલ્મેટ પહેરવાનું કોના માટે ફરજીયાત બનાવેલ છે ? કોઇને મુકિત આપવામાં આવી છે ? જો હા, તો તેની વિગતો શી છે ?
મોટર વાહન અધિનિયમ,૧૯૮૮ ની કલમ ૧૨૯ મુજબ પાઘડીવાળા શીખ ચાલકોને હેલ્મેટ પહેરવામાંથી મુકિત આપી છે.
રાજય સરકારે નામદાર ગુજરાત હાઇકોર્ટમાં ચાલતી સ્પે.સી.એ.નં.૧૩૩૦૮/૨૦૦૪ (સુઓમોટુ) એમ.સી.એ.નં. ૧૧૦૪/૨૦૦૫ અને ૧૭૨૪/૨૦૦૫ દાખલ કરીને સબળ રજૂઆતો કરતાં હાઇવે સિવાય હેલ્મેટનો અમલ તા.૩૦-૧૧-૨૦૦૫ સુધી મોકુફ રખાવેલ હતો અને છેવટે ૫૦ સી.સી. સુધીનાં બે પૈડાંવાળા વાહનો માટે તેમજ અન્ય દ્વિક્રિ વાહન ચાલકોની પાછળ સવારી કરનાર ૧૨ વર્ષ સુધીનાં બાળકો તેમજ મહિલાઓ માટે હેલ્મેટ પહેરવામાંથી મુકિત મેળવી છે.
હેલ્મેટ પહેરવામાંથી મુકિત આપવાની રાજય સરકારને સત્તા છે ? જો હા, તો કાયદા / નિયમો હોય તો તેની વિગતો આપવી.
હા, જી.
મોટર વ્હીકલ એકટ,૧૯૮૮ ની કલમ-૧૨૯ હેઠળ રાજય સરકાર યોગ્ય લાગે એવા અપવાદોની નિયમો દ્વારા જોગવાઇ કરી શકે છે. પરંતુ, આવા અપવાદોથી કાયદાનો મૂળ હેતુ માર્યા જાય તેવી જોગવાઇ કરી શકે નહિ.
હેલ્મેટ પહેરવાની જોગવાઇ શા માટે ફરજીયાત બનાવવામાં આવી છે ? આવી જોગવાઇ ફરજીયાત રાજય નાગરિકો માટે અમલી ન બનાવવામાં આવે તે માટે રાજય સરકારે કોઇ પ્રયાસો કરેલ છે ? જો હા, તો વિગતો આપવી (હાઇકોર્ટ-સુપિમ કોર્ટ કેસોમાં રાજય સરકારે કરેલ રજુઆત વગેરે સંદર્ભમાં )
મોટર વાહન અધિનિયમ,૧૯૮૮ ની કલમ-૧૨૯ મુજબ પાઘડીવાળા શીખો સિવાયના વ્યકિતઓ માટે હેલ્મેટ પહેરવી ફરજિયાત છે.
આવી જોગવાઇ ફરજિયાત રાજયના નાગરિકો માટે અમલી ન બનાવવામાં આવે તે માટે રાજય સરકારે અદાલતોમાં નીચે મુજબ રજૂઆતો કરી હતી --
અ.નં.વિગતતારીખ
નામદાર ગુજરાત હાઇકોર્ટમાં એમ.સી.એ.નં.૧૧૦૪/૨૦૦૫ દાખલ કરી હાઇવે સિવાય તા.૩૧-૮-૨૦૦૫ સુધી હેલ્મેટ પહેરવામાંથી મુકિત મેળવી.
૧૫/૬/૨૦૦૫
 
ફરીથી નામદાર હાઇકોર્ટમાં એમ.સી.એ.નં.૧૭૨૪/૨૦૦૫ દાખલ કરી હાઇવે સિવાય તા.૩૦-૧૧-૦૫ સુધી હેલ્મેટ પહેરવામાંથી મુકિત મેળવી.
૭/૯/૨૦૦૫
 
નામ.સુપીમ કોર્ટમાં સ્પે.લીવ પીટીશન નં.૨૩૯૯૩/૨૦૦૫ દાખલ કરી રાજયમાં હેલ્મેટની જોગવાઇનો તબકકાવાર અમલ કરવા પ્રયત્ન કર્યો. પરંતુ તેમા સફળતા મળી નહિ.
 
હેલ્મેટ નહીં પહેરવા બદલ દંડ/શિક્ષાની જોગવાઇ કેટલી છે ?
ગુજરાત સરકારના ગૃહ વિભાગના જાહેરનામા નં.જી.જી.-૨૦૦૨-૨૦૯૭-૨૩૦૭-ખ, તા.૨૨-૨-૨૦૦૨ મુજબ હેલ્મેટ નહીં પહેરવા અંગે કલમ-૧૭૭ મુજબ માંડવાળ ફી રૂ.૧૦૦/- ઠરાવવામાં આવેલ છે. જે જે દંડ સ્થળ પર વસૂલ કરવાની સત્તા આસીસ્ટન્ટ મોટર વાહન ઇન્સ્પેકટર તથા ઉપરના દરજજાના અધિકારી ને પણ આપવામાં આવે છે.
જાન્યુ.૨૦૦૬ ની સ્થિતિએ માસવાર છેલ્લા એક વર્ષમાં હેલ્મેટની જોગવાઇના ભંગ બદલ કેટ કેટલા દંડ કોના દ્વારા લેવામાં આવેલ છે ?
 
 
 
 
 
 
 
 
 
 
 
 
આ રકમનો શો ઉપયોગ કરવામાં આવે છે ? પોલીસ આરટીઓની વિગતો અલગ આપવી )
જાન્યુઆરી-૨૦૦૬ ની સ્થિતિએ માસવાર છેલ્લા ૧ વર્ષમાં હેલ્મેટની જોગવાઇનાં ભંગ બદલ કરવામાં આવેલ દંડની વિગતો દશાર્વતું પત્રક.
ક્રમમાસઆરટીઓ દ્વારા રીપોર્ટ કેસોની સંખ્યા (રૂ)આરટીઓ દ્વારા લીધેલ માંડવાળ રકમ (રૂપિયા)
જાન્યુઆરી-૦૫
૨૩૧૨૯,૦૦૦
ફેબ્રુઆરી-૦૫
૪૬૦૬૪,૧૫૦
માર્ચ-૦૫
૩૧૩૧,૨૯,૯૫૭
એપ્રિલ-૦૫
૩૬૧૭૫,૯૬૦
મે-૦૫
૩૪૪૫૫,૧૦૦
જૂન-૦૫
૮૯૨૧,૭૫,૫૦૦
જુલાઇ-૦૫
૧,૪૬૩૨,૪૬,૧૭૫
ઓગષ્ટ-૦૫
૧,૧૨૫૨,૦૮,૭૦૦
સપ્ટેમ્બર-૦૫
૫,૪૪૭૬,૦૧,૭૨૫
૧૦
ઓકટોબર-૦૫
૨,૬૮૫૩,૫૨,૫૦૦
૧૧
નવેમ્બર-૦૫
૫,૯૩૭૫,૭૫,૩૦૦
૧૨
ડીસેમ્બર-૦૫
૧૧,૩૪૬૧૪,૧૨,૪૦૦
૧૩
જાન્યુઆરી-૦૬
૩,૨૭૪૭,૭૭,૪૫૦
૧૪
ફેબ્રુઆરી-૦૬
૨,૪૭૩૩,૫૫,૨૦૪
કુલ
૩૬,૩૫૧૫૦,૫૯,૧૨૧
 
 
આ રકમનો મોટર વાહન ૦૦૪૧ ના સદર હેઠળ સરકારમાં ચલણથી જમા કરવામાં આવે છે. આ રકમ આર.ટી.ઓ.તરફથી આઇ.એમ.વી.ફી તરીકે જમા થાય છે.

No comments:

Post a Comment