પોલીસ કમિશનરશ્રીની કચેરી :
ભારતીય પાસપોર્ટ મેળવવા માટેના હક્ક અને તેની વ્યવસ્થા.
Passport Seva Kendra-1.
Arya arcade, Graound & First floor,
Nr.Cross word,mithakali six road,
Navrangpura,Ahmedabad.380009.
Passport Seva Kendra-2.
Sheetal varsha-3,Ground Floor,
Opp.maruti show room,Nr.vijay char rasta
Navrangpura,Ahmedabad-380009
Passport Ahmedabad
R.P.O.Office
Opp. L.D. Engineering Collage
Gulbai Tekara, Navrangpura
Ahmedabad City.
• ભારતીય નાગરિકને ભારતીય પાસપોર્ટ મેળવવા માટેના બંધારણમાં હક્ક આપેલ છે. અમદાવાદ શહેરના નાગરીકો સરળતા થી ભારતીય પાસપોર્ટ મેળવી શકે તે માટે અમદાવાદ શહેર વિસ્તારમાં PSK-1, PSK-2 કલેકશન સેન્ટર કાર્યરત છે જેથી જે નાગરીકો પોતાનો ભારતીય પાસપોર્ટ મેળવવા માટેની અરજી પાસપોર્ટ ઓફીસની સાઈડ www.pasaaportindia.gov.in પર લોગીન કરીને ઓન લાઈન ફોર્મ ભરવાનું હોય છે અને ત્યાર બાદ જે ઓન લાઈન તારીખ મળેથી અરજદારે તમામ ડોક્યુમેન્ટ લઈને PSK-1 અથવા PSK-2 માં ઉપરોક્ત સરનામે સબમીટ કરવાના હોય છે. તેની ફીસ રૂપિયા ૧૫૦૦/- જમા કરવાના હોય છે. PSK-1 અથવા PSK-2 તરફથી પાસપોર્ટની અરજીઓ અત્રેની કચેરીએ પાસપોર્ટ સેક્શનમાં આવે છે જે અરજીઓ કોમ્પ્યુટરમાં ચઢાવી આઉટર નંબરની પ્રીન્ટ આઉટ કાઢી જે તે પોલીસ સ્ટેશન ખાતે ઈન્કવાયરી અર્થે મોકલવામાં આવે છે. અને ઈન્કવાયરી થયા બાદ અત્રેની કચેરીએ પરત આવતા કોમ્પ્યુટર રેકર્ડ ઉપર કમી કરી ઉપર વતાવેલ સાઈડ ઉપર ઓન લાઈન પરત મોકલવામાં આવે છે. ત્યાર બાદ RPO કચેરી દ્વારા અરજદારને પાસપોર્ટ ઈસ્યુ કરવામાં આવે છે.
જે કીસ્સામાં પાસપોર્ટ રીન્યુઅલ/ખોવાઈ ગયેલ હોય, નુકશાન થયેલ હોય, કોર્ટ કેશ હોય તેમજ અન્ય દેશ માથી પાસપોર્ટ મેળવેલ હોય તેવી અરજીઓ સ્વીકારવાની સત્તા રીજીયોનલ પાસપોર્ટ ઓફીસ, ગુલબાઈ ટેકરા, નવરંગપુરા, અમદાવાદ પાસે હોવાથી આ અરજીઓ PSK-1 અથવા PSK-2 સેન્ટરે લઈ શકાતી નથી. પાસપોર્ટ અરજી અંગેના માર્ગદર્શન
પાસપોર્ટ અરજી અંગેના માર્ગદર્શન
• ૧પ વર્ષ સુધીનાં બાળકોને માઇનોર તરીકે ગણવામાં આવે છે અને તેમના પાસપોર્ટ અરજી માટેની ફી રૂ.૧૦૦૦/- રાખવામાં આવેલી છે. જ્યારે ૧પ વર્ષથી મોટી ઉંમરના દરેક નાગરિક માટે પાસપોર્ટ માટેની ફી રૂ.૧૫૦૦/- રાખવામાં આવેલી છે. જે નાણા PSK-1 અથવા PSK-2 ખાતે સ્વીકારવામાં આવે છે.
• પાસપોર્ટ રીન્યુઅલ/ખોવાઈ ગયેલો હોય, નુકસાન થયેલ હોય, તેમ જ અન્ય દેશમાંથી પાસપોર્ટ મેળવેલ હોય તેવી અરજીઓ વેબસાઇટ www.passportindia.gov.in/ પર ઓનલાઇન ભરી ડાયરેકટ સબમીટ કરી શકાય છે.
ભારતીય પાસપોર્ટ અરજીની સાથે નાગરિકોએ નીચે મુજબના અસલ દસ્તાવેજો તથા તેની ઝેરોક્ષ કોપી-૩ રજૂ કરવાની હોય છે
ભારતીય પાસપોર્ટ અરજીની સાથે નાગરિકોએ નીચે મુજબના અસલ દસ્તાવેજો તથા તેની ઝેરોક્ષ કોપી-૩ રજૂ કરવાની હોય છે
• રહેઠાણના પુરાવામાં રેશનકાર્ડ, છેલ્લાં બે વર્ષના લાઇટ બિલ, ટેલિફોન બિલ, બેન્ક પાસબુક, વેરો ભરવામાં આવતો હોય તેની છેલ્લાં બે વર્ષની પહોંચ રજૂ કરવાની રહે છે.
• જન્મ અંગેના પુરાવામાં સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ અથવા જન્મનો દાખલો. તેમ જ સ્કૂલમાં અભ્યાસ કરતા હોય તો જે તે સ્કૂલનું બોનોફાઇડ સર્ટિફિકેટ જે વ્યકિતનો જન્મ તા.ર૬-૧-૧૯૮૯માં કે તે પછીથી થયેલ હોય તો તેઓ ફકત મ્યુનીશીપલ ઓથોરીટી અથવા જન્મ-મરણ નોધણી રજીસ્ટર ધ્વારા ઇસ્યુ કરેલ બર્થ સર્ટીફીકેટ જ માન્ય ગણાશે.
• લગ્ન કરેલ સ્ત્રીઓના કેસમાં મેરેજ સર્ટિફિકેટ અથવા પતિ-પત્નીના જોઇન્ટ ફોટા સાથેની મેરેજ એફિડેવિટ રજૂ કરવાની રહે છે. (તા. ૦૧/૦૧/૨૦૦૮ કે ત્યારબાદ લગ્ન કરેલ અરજદારે ગુજરાત મેરેજ એકટ-૨૦૦૬ મુજબ ફરજીયાત મેરેજ સર્ટી રજુ કરવાનુ રહેશે.
• નાનાં બાળકોના કેસમાં તેઓનાં માતા-પિતા વેલિડ પાસપોર્ટ ધરાવતાં હોય તો તેમના પાસપોર્ટની ઝેરોક્ષ નકલ રજૂ કરવી તેમ જ માઇનોરની એનેક્ષર-H રજૂ કરવાનું રહેશે, તેમ જ માતા-પિતાએ તેમના બાળક અંગેનું ડિક્લેરેશન અલગ કાગળમાં આપવાનું રહેશે.
• પાસપોર્ટ અરજી અરજદારે જાતે તેમ જ નાનાં બાળકોના કિસ્સામાં માતા-પિતાએ બાળકોને લઈને આવવાનું રહેશે.
• પાસપોર્ટ અરજી માટે કોઈ એજન્ટ સાથે લઈને આવવાની જરૂર હોતી નથી કે એજન્ટ રોકવાની જરૂર હોતી નથી.
• જે અરજદારો પાસપોર્ટ ફોર્મ ભરવા અંગે કોઈ જ્ઞાન ન ધરાવતા હોય તેવા અરજદારોને અત્રેથી વિના મૂલ્યે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવશે.
• પાસપોર્ટ અરજીઓ રિજિયોનલ પાસપોર્ટ કચેરીની વખતો વખત થતી લેખિત અને મૌખિક સૂચના આધારે લેવામાં આવે છે.
• અરજદારની અરજી PSK-1 અથવા PSK-2 ખાતે સ્વીકાર્યા પછી જે તે પોલીસ સ્ટેશનમાં તપાસણી માટે મોકલવામાં આવતી હોઈ દિન-ર માં તેઓ જે પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા હોય તે પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધી પોલીસ ઇન્ક્વાયરી પૂર્ણ કરાવવી.
• પોલીસ ઇન્ક્વાયરી દરમ્યાન પોલીસ તપાસ માટેની કોઈ ફી લેવામાં આવતી નથી તેમ જ એજન્ટને સાથે લઈ જવાની જરૂર હોતી નથી. અરજદાર જાતે જ પોલીસ સ્ટેશન જઈને અરજીની તપાસ કરાવી શકે છે.
• પાસપોર્ટ અરજીની તપાસણી પૂર્ણ થયા પછી પોલીસ રિપોર્ટ વિશેષ શાખા, અમદાવાદ કચેરી મારફતે ચકાસણી થઈને રિજિયોનલ પાસપોર્ટ કચેરી, અમદાવાદ ખાતે દિન-ર માં મોકલી આપવામાં આવતી હોય છે, જેથી અરજદાર પોતાની અરજીની તપાસ પૂર્ણ થયા પછી પોતાની અરજી અંગેની વધુ માહિતી મેળવી શકે છે. આ સમયે અરજીનો ફાઇલ નંબર તથા અરજી આપ્યા તારીખ જણાવવામાં આવે તો તેઓને માહિતી આપવામાં સરળતા રહે છે.
No comments:
Post a Comment